લગની લાગી રે મારે લગની લાગી;
સખી ! શામળિયા સંગાથે, મારે લગની લાગી. ટેક૦
મીઠે સ્વરે મોહનજીની મોરલી વાગી;
સાંભળતામાં ચટકી લાગી, ઝબકી જાગી… લગની૦ ૧
વૃંદાવનની વાટે ચાલી કુળ લજજા ત્યાગી;
વાંસળી વગાડતાં જોયા, શ્યામ સોહાગી… લગની૦ ૨
રસિયા સંગે રમતાં સર્વે ભ્રમણા ભાંગી;
મેં તો અખંડ સોહાગ, લીધો મુખડે માગી…લગની૦ ૩
મુક્તાનંદ કહે પળ એક ન્યારો નહિ મેલું વા'લો,
શિરને સાટે ક્યાંથી મળે, નંદનો લાલો… લગની૦ ૪
No past performances found for this pad.