લગની લાગી રે મારે લગની લાગી

લગની લાગી રે મારે લગની લાગી; સખી ! શામળિયા સંગાથે, મારે લગની લાગી. ટેક૦ મીઠે સ્વરે મોહનજીની મોરલી વાગી; સાંભળતામાં ચટકી લાગી, ઝબકી જાગી… લગની૦ ૧ વૃંદાવનની વાટે ચાલી કુળ લજજા ત્યાગી; વાંસળી વગાડતાં જોયા, શ્યામ સોહાગી… લગની૦ ૨ રસિયા સંગે રમતાં સર્વે ભ્રમણા ભાંગી; મેં તો અખંડ સોહાગ, લીધો મુખડે માગી…લગની૦ ૩ મુક્તાનંદ કહે પળ એક ન્યારો નહિ મેલું વા'લો, શિરને સાટે ક્યાંથી મળે, નંદનો લાલો… લગની૦ ૪
No past performances found for this pad.